– જૈન સમાજે કરેલી રજૂઆતને સફળતા મળી
– પાલિતાણાથી આદપર વચ્ચે 50 બસ દોડાવવાનો પણ એસટી તંત્રનો નિર્ણય
ભાવનગર : પવિત્ર જૈન મહાતીર્થ પાલિતાણામાં આગામી ફાગણ સુદ ૧૩ના રોજ છ ગાઉ યાત્રા યોજાનાર છે ત્યારે યાત્રીઓ માટે વિશેષ એસટી બસો દોડાવવાનો એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
ભાવનગર એસટી ડિવિઝનના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ફાગણ સુદ તેરસના રોજ પાલિતાણામાં છ ગાઉ યાત્રા યોજાશે. પ્રતિ વર્ષ યોજાતી આ યાત્રામાં વિશાળ સંખ્યામાં યાત્રીઓ ઉમટતા હોય છે.