33 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
33 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 23, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યTips: 40+ વર્ષની ઉંમરે પણ તમારી ત્વચા દેખાશે યુવાન, આ ઉપાયો અજમાવો

Tips: 40+ વર્ષની ઉંમરે પણ તમારી ત્વચા દેખાશે યુવાન, આ ઉપાયો અજમાવો


ઉંમર વધતાની સાથે તમારા ત્વચામાં પણ ઘણા ફેરફારો આવતા હોય છે. ખાસ કરીને 40ની ઉંમર પછી કરચલીઓ જેવા વૃદ્ધત્વના ચિહ્નો દેખાવા લાગે છે, તેવામાં તેને ઘટાડવા માટે ઘરઘથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તેને ઓછી કરી શકો છો.

દરેક વ્યકિત ઈચ્છે કે તેમની સ્કિન હેલ્દી, નરમ-કોમળ અને ચમકતી રહે, પરંતુ આજના આ સમયમાં પ્રદૂષણ, વાતાવરણમાં બદલાવ અને ઉંમરની સાથે સ્કિનમાં બદલાવ આવે છે. 30-40 ઉંમર પછી તમારી ત્વચા ઢીલી પડી જાય છે અને કરચલીઓ થવા લાગે છે અને વૃદ્ધત્વના ચિહ્નો દેખાવા લાગે છે. તેવામાં જો તમારે ત્વચાને કડક રાખવા અને વૃદ્ધત્વથી બચવા માટે ઘરે ઉપલ્બધ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

40ની ઉંમર પછી કરચલીઓ, કાળા ડાઘ અને શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. પરંતુ કેટલાક ઘરેલુ ઉપચારોથી તમે તમારી ત્વચાને સુંદર અને યુવાન બનાવી શકશો. આ વસ્તઓનો ઉપયોગ કરીને ફેસપેક બનાવી શકો છો.

હળદર અને દૂધનો ફેસપેક

હળદર એક એન્ટીઑકિસડન્ટ છે. જે ત્વચાને ચમકદાર અને તાજગીભર રાખવામાં મદદ કરે છે.દૂધમાં લેકટિક એસિડ હોય છે. જ ત્વચાને હાઈટ્રેડ કરે છે અને કોમળ બનાવવામાં મદદ કરે છે. એક ચમચી હળદરમાં 2 ચમચી દૂધ મળવીને એક પેસ્ટ બનાવી દો, જેને 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો, પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો, આ ફેસપેક ત્વચાને ભેજ અને ચમક આપશે. અને વૃદ્ધત્વની અસરો ઘટાડવામાં મદદ કરશે.

બટાકાનો રસ

બટાકામાં બ્લીચિમગ ગુણ હોય છે. જે ત્વચાના કાળા ડાઘ અને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે. બટાકામાં સ્ટાર્ચ અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે ત્વચાને ગ્લો આપવામાં મદદગાર સાબિત થઈ શકે છે. બટાકાની છીણ કરીને તેમાંથી રસ કાઢી દો. આ રસને હલકા હાથે ચહેરા પર લગાવો અને તેને15-20 મિનિટ સુધી રહેવા દો ત્યારપછી હુંફાળા પાણીથી ધોઈ લો, તેનાથી ડાર્ક સર્કલ અને ડાઘ ઓછા કરવામાં મદદ કરશે

આમળા અને ગુલાબજળ

આમળામાં વિટામીન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે. જે વૃદ્ધત્વ ઘટાડવામાં મદદ કરી શકે છે. ગુલાબજળ ત્વચાને હાઈટ્રેડ કરે છે અને તાજગીનો અહેસાસ કરાવે છે.

એક ચમચી આમળનો પાવડરમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ લગાવી રાખી થોડીવાર પછી પાણીથી ધોઈ લેવો.

આ વાતોનુ પણ ખાસ ધ્યાન રાખો

આ સાથે તમારા આહાર પણ ધ્યાન રાખો, કસરત કરવી, સફાઈની સાથે હેલ્દી જીવનશૈલી પર પણ ધ્યાન રાખવુ જરુરી છે. તમારે હેમંશા તમારી ત્વચાના પ્રકારના પ્રોડ્ટસ જ વાપરવા જોઈએ, જો તમન્ કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે તેનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઈએ. કેમકે તે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય