Machine Fight: સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક ફાઇટ જોવા મળી છે. આ ફાઇટ કોઈ બે વ્યક્તિ વચ્ચેની નથી, પરંતુ ટેક્નોલોજી વચ્ચે છે. ચીનમાં એક યુઝરે વીડિયો શેર કર્યો છે, જેમાં રોબોટ ડોગ અને ડ્રોન વચ્ચે ફાઇટ થઈ રહી છે. આ બન્ને મશિન સાથે ફટાકડા રાખવામાં આવ્યાં હતાં. આ બન્ને મશિન ફટાકડાને એક બીજા પર ફોડતાં હતાં જેમ કે બન્ને એકબીજા સાથે બંદૂક અને રોકેટ દ્વારા હૂમલો નહીં કરી રહ્યાં હોય.