– શ્રમિક કારીગરોએ માટીના માટલાના ઉત્પાદનની પ્રક્રિયા વેગવંતી બનાવી
– ગરીબનાં ફ્રીઝ ગણાતાં માટલાનું પાણી સ્વાસ્થ્યદાયક હોય, વર્ષ દરમિયાન તેની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી
ભાવનગર : ઉનાળાની ઋતુના પ્રારંભ પૂર્વે ગોહિલવાડના વિવિધ બજારોમાં ગરીબોના ફ્રીઝ ગણાતા સાદાથી લઈને રંગબેરંગી તેમજ ડિઝાઈનર માટલાની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે. ઉનાળામાં માટલાનું પાણી શરીર માટે સ્વાસ્થ્યદાયક હોય છે તેથી જ ગરમીનું પ્રમાણ જેમ જેમ વધતુ જશે તેમ તેમ માટલાના વેચાણમાં વધારો થતો જશે. ઉંચા ભાવ હોવા છતા મોર્ડન ગૃહિણીઓ દ્વારા ડિઝાઈનર માટલાની ધૂમ ખરીદી થઈ રહી છે.