ઉપરાષટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે દાવો કર્યો હતો કે પોતે દેશને આઝાદ કરાવ્યો હોવાનો દાવો કરી રહેલા ગણતરીના લોકોની ઇજારાશાહી સ્થાપવા ભારતના ઇતિહાસ સાથે ચેડા થયા છે. રાજા મહેન્દ્ર પ્રતાપની 138મી જન્મ જયંતીની ઉજવણી માટે યોજાયેલા સમારંભને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે ભારતની આઝાદીનો પાયો નખાયો તે મુદ્દે લોકોને જરા જુદી રીતે ભણાવવામાં આવ્યું છે.’ઇતિહાસના પુસ્તકો આપણા આઝાદીના નાયકો સાથે અન્યાય કર્યો છે.
ગણતરીના થોડા લોકોએ આઝાદી અપાવી હોવાનો દાવો કરીને તે ગણતરીના લોકોની ઇજારાશાહી ઉબી કરવા ઇતિંહાસ સાથે ચેડા થયા છે. તેને કારણે આપણા આત્મા અને હૃદય બોઝિલ બન્યા છે. આપણે ઇતિહાસમાં મોટા ફોરફાર કરવાની જરૂર છે.’ મહેન્દ્ર પ્રતાપની બહાદુરીને માન્યતા આપવામાં દેશ નિષ્ફળ ગયો છે. મહેન્દ્ર પ્રતાપ જે સ્થાનના અધિકારી હતા તે સ્થાન તમને નથી આપવામાં આવ્યું. આઝાદીનો પાયો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ જેવા લોકોના સર્વોચ્ચ બલિદાન પર નખાયો છે. તેમના જેવા હીરોના ગુણ નથી ગવાયા.