પિતાને મળતું પેન્શન મેળવવા માટે પુત્રએ કરી છેતરપિંડી
અધિક તિજોરી અધિકારીએ ખોટા પુરાવા રજુ કરનાર શખ્સ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ
ભાવનગર: ભાવનગર જિલ્લા તિજોરી કચેરી મારફત પેન્શન મેળવતા પેન્શનરમાં પુત્ર એ તેના પિતાની હયાતી અંગે ખોટા આધાર પુરાવા રજૂ કરી તેના પિતાના નામનું પેન્શન શરૂ રખાવવા પ્રયત્ન કરી સરકાર સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા અધિક તિજોરી અધિકારીએ તેની વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા તિજોરી કચેરી મારફત બેંક ઓફ ઇન્ડિયા નીરમબાગ શાખાના ખાતામાં પેન્શન મેળવતા પૂંજાભાઈ ભગવાનભાઈ શેખવાની નિયમ અનુસાર દર વર્ષે હયાતીની ખાતરી કરવાની થતી હોય બેન્ક ઓફ ઇન્ડિયા,નીલમબાગ શાખા દ્વારા પેન્શનરને અપાયેલ હયાતી અંગેનું પ્રમાણપત્ર તિજોરી કચેરી ખાતે રજુ કરવામાં આવ્યું હતું. જેમાં પેન્શનરની સહી કચેરીના રેકર્ડ સાથે સુસંગત ન હોય તેમનું પેન્શન ઓગસ્ટ ૨૦૨૪ થી અટકાવવામાં આવ્યું હતું.