બેભાન અવસ્થામાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો ભાનમાં આવ્યા પછી થશે ખુલાસો
મકાનના રૂપિયા ચુકવ્યા પછી કબજો ન મળ્યાના વિવાદમાં અપહરણ કરી હુમલો કરાયોનો ઘાયલની પત્નીનો આક્ષેપ
ભુજ: ભુજના મુંદરા રોડ પર શની મંદિરની સામે ધનશ્યામનગરમાં બાવડની ઝાડીમાંથી સોમવારે બપોરે દોરડાથી બાંધેલી હાલતમાં ઇજાગ્રસ્ત યુવાન બેભાન હાલતમાં મળી આવ્યાના કેસમાં બી ડિવિઝન પોલીસ મથકે શકમંદ તરીકે માધાપરના સ્ત્રી, પુરૂષ સામે અપહરણ એટ્રોસીટી અને હુમલા સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ મોટા વરનોરા ગામના હાલ સાગરસીટી મુંદરા રોડ પર રહેતા સામત હમીરભાઇ જેપાર (ઉ.વ.