– 2030માં ચંદ્રની ધરતી પર અવકાશયાત્રીઓ ઉતારવાની તૈયારી
બિજિંગ : ચીન ૨૦૨૬માં ચંદ્રના અંધકારભર્યા હિસ્સામાં (દક્ષિણ ધુ્રવ)બરફમાં થીજી ગયેલા જળની શોધ માટે ફ્લાઇંગ રોબોટ મોકલવા આયોજન કરી રહ્યું છે.
ચીનના સ્ટેટ મિડિયાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ચીન તેના ચાંગ મિશન –૭ અંતર્ગત ફ્લાઇંગ ડિટેક્ટર નામનો રોબોટ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પ્રદેશમાં મોકલશે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે ચીન આવતા પાંચ વર્ષ દરમિયાન (૨૦૩૦) તેના અવકાશયાત્રીઓને ચંદ્રની ધરતી પર ઉતારવા ઇચ્છે છે. ચીન ચંદ્રની ધરતી પર પોતાના અવકાશયાત્રી ઉતારવાના મિશનમાં અમેરિકા બાદ બીજો દેશ બનવા ઇચ્છે છે.