Vadodara : વડોદરામાં અટલાદરા વુડા કોલોની પાસે આવેલી ટ્રી હાઉસ હાઈસ્કૂલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના એફીલેશન અંતર્ગત નોંધાયેલ છે. શાળા સંચાલકોએ તંત્રને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ કે એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા કરી છે. જે બાબત સીબીએસસી બોર્ડને ધ્યાને આવતા સરકારી તંત્રએ શાળા સંચાલકોની નોટિસ ફટકારી છે અને ૩૦ દિવસમાં જવાબ રજૂ કરવાની સૂચના આપી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કુલ એજ્યુકેશને અટલાદરા વિસ્તારની વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને નોટિસ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આપની શાળા અમારી સાથે એક એફિલેશન અંતર્ગત જોડાયેલી છે.