Vadodara Car Fire : વડોદરાના અકોટા બ્રિજ પર કારમાં આગ લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઇ આગ બુઝાવી હતી. ભરચક ટ્રાફિકના કારણે સ્ટાફને ઘટના સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડી હતી.
ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, અકોટા બ્રિજ પર કારમાં આગ લાગી છે. જેના પગલે સ્ટાફ દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી.