વિદ્યા સહાયકોના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યા સહાયકોની ભરતીમાં વય મર્યાદામાં વધારો કરવાની માગ સાથે તમામ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા અને સચિવને આ મામલે રજુઆત કરી છે.
વય મર્યાદામાં વધારો નહી થાય તો ઉમેદવારો થશે બેરોજગાર
તમને જણાવી દઈએ કે વિદ્યા સહાયકોના ઉમેદવારો દ્વારા છેલ્લા ઘણા સમયથી આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી રહી છે. વિદ્યા સહાયકોની વય મર્યાદામાં જો વધારો નહીં કરવામાં આવે તો ઉમેદવારો બેરોજગાર થશે. ત્યારે હવે ઉમેદવારોએ અન્ન જળ ત્યાગ કરવા અને આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને માગ કરી છે કે ટેટ-1 અને ટેટ 2 પોર્ટલ ઓપન કરીને ઉમેદવારોને એક તક આપવી જોઈએ. આ સાથે જ વિદ્યા સહાયકોના ઉમેદવારોએ મેનેજમનેટમાં સરકારની ક્ષતિઓ બાબતે ઉમેદવારોએ આક્ષેપ કર્યા છે.
ધો.1થી 5માં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માગ
બીજી તરફ ગઈકાલે ધો.1થી 5માં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા માગ કરી હતી. ટેટ-1ના ઉમેદવારોએ સરકાર પાસે જગ્યા વધારવા ઉમેદવારોએ રજૂઆત કરી હતી. આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી હતી અને ઉમેદવારોને CM અને શિક્ષણમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો હતો. ધોરણ 1થી 5માં 18,000 જેટલી જગ્યા હાલમાં ખાલી પડી છે, ત્યારે 10,000 જગ્યા ભરવા માટે ઉમેદવારોએ રજૂઆત કરી હતી. ત્યારે બેઠક દરમિયાન જગ્યા વધારાશે તેવું આશ્વાસન સરકાર તરફથી મળ્યું છે.