31 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, જૂન 2, 2025
31 C
Surat
સોમવાર, જૂન 2, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાKadi પેટા ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું

Kadi પેટા ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું


મહેસાણાના કડીમાં પેટા ચૂંટણી છે. જે માટે કડી પેટા ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે અંગે કડી પેટા ચૂંટણીને લઈને કડીમાં કોંગ્રેસે સભાનું આયોજન કરેલું છે. જે સભામાં કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, ગેનીબેન ઠાકોર સહિતના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કડીની સભામાં ગેનીબેન ઠાકોરે મોટી લીડથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કડીમાં પેટાચૂંટણીને લઈને સભા

કડીમાં પેટાચૂંટણી છે. જેને લઈને કોંગ્રેસે કડીમાં સભાનું આયોજન કરેલ છે. જેમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ, ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું. ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, કોંગ્રેસની સીધી ભાજપ સાથે ટક્કર છે. ત્રીજા પક્ષને ગુજરાતની જનતાએ ક્યારેય સ્વીકાર્યો નથી. કોંગ્રેસની જીત નિશ્ચિત છે. જેને લઈને અમારી જીત પર અમને પૂર્ણ વિશ્વાસ છે.

ગેનીબેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

સાંસદ ગેનીબેને આગળ જણાવ્યુ કે, આ વખતે કોંગ્રેસ મોટી લીડ સાથે જીતશે. તેમજ ભાજપને હાર મળશે. ઉપરાંત કોંગ્રેસે ક્યારેય નથી કહ્યું કે, આજે અમે ફોર્મ ભરવા જઈએ છીએ. કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી જીત મેળવશે. સભામાં જનતાને સંબોધન કરતા તેમણે કોંગ્રેસની જીતનું એલાન સભામાં કર્યું હતું. જે સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય