શિયાળાની શરૂઆત સાથે જ સુરતના તાપી નદીનો કિનારો તથા આસપાસના તળાવ વિદેશી પક્ષીઓ માટેનું હંગામી નિવાસસ્થાન બની જાય છે. આ વર્ષે પણ ઉત્તર છેવાડેથી હજારો માઈલોની મુસાફરી કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાણીનો સગ્રહ હોય તેવા સ્થળો પર પહોંચી ગયા છે. જોકે, સુરતીઓ હજારો કિલોમીટર દૂરથી આવેલા પક્ષીઓની ખાણી પીણીની આદત સુરતીઓ બગાડી રહ્યાં છે તેના કારણે તેમના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. પક્ષીઓને ખમણ- ફરસાણ આપી સુરતીઓ પુણ્ય કમાતા હોવાનું માની રહ્યાં છે પરંતુ હકીકતમાં તેઓ પુણ્ય નહીં પરંતુ પાપ કમાઈ રહ્યાં છે તે ભાગ્યે જ કોઈને ખબર હશે.
સુરતમાં શિયાળો જામી રહ્યો છે અને તેની મજા માણવા માટે અસંખ્ય નાના-મોટા પ્રવાસી યાયાવર, સિગલ્સ વિદેશી પક્ષીઓ સુરત આવી ચુક્યા છે.