– આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં પોલીસની રેડ : છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં પલસાણાની આસ્મા ઉર્ફે સુરૈયા અને તેનો પુત્ર તેમજ તેનો મિત્ર કુટણખાનું ચલાવતા હતા
– એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી
સુરત, : સુરતના પુણા પોલીસ મથકની હદમાં પુણા કુંભારીયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઈટસમાં છ મહિનાથી જેનીથ હોટલ-ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી મહિલા સંચાલક, ત્રણ ગ્રાહકને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂ.21,050, ત્રણ મોબાઈલ ફોન અને 8 કોન્ડોમ મળી કુલ રૂ.56,050 નો મુદ્દામાલ કબજે કરી છ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.