રાજ્ય બહાર રહેતા બે વેપારીની જમીન પચાવી પાડવા જમીન પર વાવણી કરતા ગુનો નોંધાયો
ગાંધીધામ: રાપરનાં વણોઈવાંઢ રહેતા શખ્સે પોતાના ખેતર નજીક આવેલી બે અલગ અલગ જમીન પર ગેરકાયદે કબ્જો કરી જમીન પર વાવણી કરી નાખી હતી. જેમાં જમીનનાં વેસ્ટ મુંબઈ રહેતા મુળ માલિકોને આ અંગે જાણ થતાં તેમણે આરોપી વિરુદ્ધ પોલીસ ચોપડે બે અલગ અલગ લેન્ડગ્રેબિંગ એક્ટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
મૂળ રાપરમાં વણોઈનાં હાલે વેસ્ટ મુંબઈ રહેતા ભચુભાઈ જીવરાજભાઈ શાહે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કેભચાઉનાં ભરૂડીયા સીમમાં આવેલી ફરિયાદીની માલિકીની સર્વે નં ૩૧૦-૧ વાળી ૬ થી ૭ એકર જમીન પર આરોપી વલીમામદ સધીક વાઢા (રહે. વણોઈવાંઢ)એ ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડવાનાં હેતુથી જમીન પર વાવેતર કરી નાખ્યું હતુ.