સુરતમાં ફાયરિંગ કેસમાં ફરાર બુટલેગરની કરતૂત સામે આવી છે જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં બુટલેગર ખુલ્લેઆમા દારૂનો ધંધો કરતો તેમજ જે લોકો આવે દારૂ લેવા તે લોકોને ત્યાંજ બેસાડીને દારૂ પીવડાવતો હોવાની વાત સામે આવી છે,જયારે સ્ટેટ મોનિટરીંગ સેલને આ વાતની જાણ થઈ અને દરોડા પાડયા તો સ્થળ પરથી 16 વ્યકિતઓની ધરપકડ કરી છે આરોપી ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હતો.
ફરાર બુટલેગર ચલાવે છે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં સ્ટેટ મોનટરિંગ સેલે દરોડા પાડયા હતા જેમાં દારૂના અડ્ડા પર આ દરોડા પાડવામાં આવ્યા હતા સાથે સાથે બુટલેગર દુર્ગેશના ત્યાંથી પોલીસે 10.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,SMCએ દારૂના અડ્ડા પરથી 16 વ્યક્તિની ધરપકડ કરી આરોપીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા છે,રૂ.8. 07 લાખનો દેશી- વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.રોકડા, મોબાઈલ, વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સ્ટેટ મોનિટરીંગ સેલે વધુ તપાસ કરી છે.
મુખ્ય આરોપી ફરાર
પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુનીલાલ રાજભર આ દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો 7 મહિનાથી દુર્ગેશ પોલીસ ચોપડે ફરાર છે.શહેરમાં પોલીસમાં એવી પણ ચર્ચા ચર્ચાઈ રહી છે કે,ફાયરિંગ કેસમાં ફરાર દુર્ગેશ અને પોલીસની સાંઠગાંઠ છે કે શું ! બુટલેગરS ઈશ્વર વાંસફોડિયા પર કર્યું હતું ફાયરિંગ તો બીજી તરફ સ્ટેટ મોનીટરીંગની રેડમા સ્થાનિક પુણા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી અને નાક કપાયું હતુ.
પોલીસે 60 જેટલા જુગારીને ઝડપી પાડયા હતા
લિંબાયતની રંગીલા ટાઉનશીપ નામના બિલ્ડિંગના ચોથા માળે ધાબા ઉપર તાડપાત્રી બાંધીને રમાડવામાં આવતા સન્ની પાટીલ અને મુન્ના લંગડા નામના રાજકીય વગ ધરાવનારના જુગારધામ ઉપર એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસે 60 જેટલા જુગારીને ઝડપી પાડી 2.40 લાખ રોકડ કબજે કરી હતી. 45 મોબાઇલ, 8 વાહન સહિત 8.59 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.