મુંબઈ : અમેરિકામાં થેન્કસ ગિવિંગની રજા બાદ મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈને ફરી એક વાર ૧,૦૦,૦૦૦ ડોલરની સપાટી તરફ કૂચ કરી હતી.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૯૫૬૨૭ ડોલર અને ઉપરમાં ૯૮૬૯૩ ડોલર રહી મોડી સાંજે ૯૬૮૪૦ ડોલર કવોટ થતો હતો.
અમેરિકામાં બજાર નિયામક સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના ચેરમેન તરીકે ક્રિપ્ટોકરન્સીસની તરફેણ કરનારા અધિકારીની નવા પ્રમુખ ટ્રમ્પ નિમણૂંક કરશે તેવા અહેવાલે પણ ક્રિપ્ટોસને ટેકો આપ્યો હતો.