– ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે કાર્યવાહી કરાઈ
– મરચા, હળદર, ધાણાજીરૂ વગેરે પાવડર, ચોખા, ઘઉંનો લોટ, સીંગતેલ, સુખડી સહિતના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા
ભાવનગર : ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખી છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદપદાર્થના નમૂના લેવામાં આવી રહ્યા છે, જેમાં મરચા, હળદર, ધાણાજીરૂ વગેરેના પાવડર સહિતના ખાદ્યપદાર્થના ૧૦ નમૂના લેવામાં આવ્યા હતાં. આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને લેબોરેટરીનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમે દિવાળી પર્વ બાદ પણ ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખી છે, જેના ભાગરૂપે છેલ્લા એક માસમાં ખાદ્યપદાર્થના ૧૦ નમુના લેવામાં આવ્યા છે, જેમાં આનંદનગરમાં આવેલ આઈસીડીએસના કીચનમાંથી મરચા પાવડર, હળદર પાવડર, ધણાજીરૂ પાવડર, ચોખા, સ્વ ૪પ આટા (ઘઉંનો લોટ), સ્તવ સીંગતેલ, સુખડી વગેરે ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં.