Bhavnagar Marketing Yard: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો ઉગ્ર બન્યા હતાં. માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી મોડી શરુ થવાના કારણે ખેડૂતોએ હોબાળો કર્યો હતો. કપાસની ખરીદીમાં મોડું થવાના કારણે ખેડૂતોએ હરાજી શરુ થવા નહોતી દીધી. જેના કારણે યાર્ડના ચેરમેન તાત્કાલિક ધોરણે ખેડૂતો પાસે દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો આજથી શરૂ, ચોમાસામાં શો રખાય છે બંધ
ખેડૂતોનો આરોપ છે કે, ગુરૂવારથી સમયસર હરાજી કરવામાં આવી રહી નથી. આ વખતે કપાસની સારી આવક છતાં યાર્ડમાં સમયસર હરાજી ન થવાના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાયો હતો. જે દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. ત્યારબાદ ખેડૂતોએ હરાજી શરુ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ વડોદરામાં ફટાકડાની ગેરકાયદે હાટડીઓ સામે કાર્યવાહી કરવામાં વ્હાલા દવલાની નીતિથી વિવાદ
આ વિશે ખેડૂતે જણાવ્યું કે, આ વર્ષે કપાસની ભરપૂર આવક હતી. જોકે, ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે પહોંચ્યા હતા, પરંતુ કર્મચારી હાજર ન હતા. કર્મચારીના મોડા આવવાના કારણે વેપારીઓએ હરાજી બંધ રાખી હતી. જેના કારણે બધા ખેડૂતોનું ટોળું ઑફિસમાં પહોંચ્યું અને ઑફિસમાં પહોંચીને હરાજી બંધ રાખવાની વાતનો વિરોધ કર્યો. તે સમયે વેપારી અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થતાં મામલો વકર્યો હતો.