વડોદરા, તા.27 ડેસર તાલુકાના સાંઢાસાલ ગામની સેન્ટ્ર્લ બેંક ઓફ ઇન્ડિયાના હેડ કેશિયર તેમજ સફાઇ કામ કરતા કર્મચારીએ બેંકના ખાતેદારોની બોગસ સહી કરી ૧૨ ખાતાધારકોના એકાઉન્ટમાંથી રોકડ ઉપાડી ઠગાઇ કરી હતી.
બેંકના હાલના મેનેજર દિપક ગોપાલભાઇ પિલ્લાઇએ હેડ કેશિયર પ્રમોદકુમાર રામનિવાસસીંગ સીંગ (રહે.જાંબુઆ) અને સાફ સફાઇનું કામ કરતા રમેશ સોમાભાઇ ગોહિલ (રહે.સાંઢાસાલ, તા.ડેસર) સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.