– 20 માર્ચથી 20 એપ્રિલ
ક્રાંતિવૃતના ૦ (શૂન્ય) થી ૩૦ અંશ સુધીના ભાગમાં એરીઝ અથવા મેષ રાશિ આવે છે. મેષ રાશિમાં અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્રનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકો સામાન્ય રીતે ચંચળ, સાહસિક, તોફાની અને દીર્ઘાયુ હોય છે. તેમનો બાંધો મજબૂત હોય છે. રાશિસ્વામી મંગળ છે તેથી આત્મવિશ્વાસથી ભરપૂર તેમજ સ્વાવલંબી અને ક્રિયાશીલ હોય છે.