રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ
ફ્લેટ ખરીદનારને ચાર-છ મહિના પછી ફલેટ ખાલી કરી કબજો સોંપવાનું કહ્યું હતું, પરંતુ આજ સુધી કબજો ન સોંપ્યો
રાજકોટ: રાજકોટમાં ડોકટર અને તેના પત્ની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ચર્ચા જાગી છે. ડોકટર અને તેના પત્નીએ પોતાના ફલેટનો ૬૦ લાખમાં સોદો કરી પુરેપુરી રકમ મેળવી લીધા પછી પણ ખરીદનારને ફલેટનો કબજો નહીં સોંપતા ફરિયાદ નોંધાવાઈ છે. જેના આધારે પોલીસે ડોકટર પત્નીની ધરપકડ કરી છે.