Apple iPhone SE 4: એપલ આઇફોન SE 4 ઘણાં સમયથી ચર્ચામાં છે અને આગામી અઠવાડિયામાં લોન્ચ થઈ શકે એવી ચર્ચા છે. એપલ તેના ફેન્સને સરપ્રાઇઝ આપવા માગે છે અને એથી જ એ તેને આ રીતે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે. એપલ તોની ડિવાઇઝને લોન્ચ કરવા માટે ઇવેન્ટનું આયોજન કરે છે, પરંતુ હજી સુધી એ વિશે કોઈ ઇનવાઇટ મોકલવામાં નથી આવ્યું.
સોફ્ટ લોન્ચ કરવાનું પ્લાનિંગ?
મોટાભાગની કંપનીઓ તેમના ફ્લેગશિપ મોડલને લોન્ચ કરવા માટે ઇવેન્ટનું આયોજન કરે છે, પરંતુ દરેક મોડલ માટે ઇવેન્ટ નથી રાખતી.