અમદાવાદમાં વધુ એક મહાઠગનું કારસ્તાન સામે આવ્યું છે,જેમાં નકલી આઈએએસની ઓળખ આપીને આ ઠગ છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે,અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે,સરકારી અધિકારીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો હતો અને પોતાની ઓળખ મહેસૂલ વિભાગમાં ઉંચા હોદ્દા પર અધિકારી હોવાની આપતો હતો,પોલીસે ધરપકડ કરી છે અને વધુ ખુલાસાઓ કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
આરોપીએ કાર લીધી ભાડે
આરોપી મેહુલ શાહે ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ઈનોવા કાર ભાડે લીધી હતી જેમાં કારમાં સાયરન, સફેદ પડદા, ભારત સરકારનું બોર્ડ લગાવ્યું હતુ,તો લોકોને સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ વિભાગનો લેટર પણ બતાવતો હતો,પોતે અસારવાની સ્કૂલનો ટ્રસ્ટી હોવાનું પણ લોકોને જણાવી રહ્યો હતો,તો કારસ્તા એ પણ સામે આવ્યું છે કે,આરોપીએ ટ્રસ્ટી હોવાનું કહી પિકનિક માટે બસ પણ ભાડે લીધી હતી અને યુવકને ક્લાર્કની નોકરી અપાવવાના નામે 3 રૂપિયા પડાવી લીધા છે.
બોગસ પત્ર મળી આવ્યો
આરોપીની ધરપકડ કરી તે વખતે જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ પત્ર પણ આપ્યો હતો,સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના રૂપિયા 2.40 લાખ ન આપ્યા,આ ઠગ મેહુલ શાહ કે પોતે વાંકાનેરનો રહેવાસી છે.અને અમદાવાદમાં આવીને આવી રીતે લોકોની સામે કલરબાજી કરતો હતો,પોલીસે તે દિશામાં પણ તપાસ હાથધરી છે કે આરોપીએ કેટલા લોકોને ચૂનો લગાવ્યો છે અને કેટલા લોકો પાસેથી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લીધા છે.
નારોલ પોલીસે નકલી ડીવાયએસપીને ઝડપ્યો
નારોલ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો છે,નકલી પોલીસ અસલી પોલીસનો વહેમ રાખી લોકો સામે રૌફ જમાવતો હતો,પોલીસને આ બાબતની જાણ થઈ હતી અને બાતમીના આધારે તેને કાર સાથે ઝડપી પાડયો હતો,આરોપીનું નામ વિરાજ મેઘા છે અને તેની કારમાંથી એક છરી પણ મળી આવી છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે,સાથે સાથે આરોપીએ પોલીસના નામે કયાંય તોડ તો નથી કર્યો તે દિશામાં તપાસ હાથધરી છે.પોલીસે આરોપીની કાર ચેક કરી તો તેની પાસેથી છરી પણ મળી આવી હતી,પોલીસે આરોપીને છરીને લઈ પૂછયુ પરતું તે પોલીસને સહકાર આપી રહ્યો નહી હોવાની વાત સામે આવી છે.