સુરતમાં વધુ એક ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વીડિયો કોલ કરી પતિએ પત્નીને તલાક આપ્યા છે,લીંબાયતની યુવતીના રાજસ્થાનમાં થયા હતા નિકાહ અને યુવકને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેને લઈ ઘરમાં થતો હતો ઘરકંકાસ,પતિએ વીડિયો કોલ કરી આપી દીધા ટ્રિપલ તલાક તો બીજી તરફ યુવતીએ લીંબાયત પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.
વધુ એક ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો
લીંબાયતની યુવતીને રાજસ્થાનના ઝાલોરથી વીડિયો કોલ કરીને તલાક આપવામા આવ્યા છે.26 વર્ષીય યુવતીના લગ્ન 2021માં ચાર સંતાનના પિતા લાખું ખાન સાથે થયા હતા,પતિએ અન્ય યુવતી સાથે પ્રેમ સબંધ બાંધતા ઘર કંકાસ શરૂ થયો હતો અને પ્રેમિકાને સુરત લાવાની જીદને લઇ ફરી તકરાર શરૂ થઇ હતી જેને લઇ પતિએ વીડિયો કોલ કરી ટ્રિપલ તલાક આપી દીધા હતા,ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે લીંબાયત પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પહેલીવાર ટ્રિપલ તલાકનો ઉલ્લેખ કર્યો હતો.
જાન્યુઆરી 2017માં ભાજપે યુપી ચૂંટણી માટે તેનો ઢંઢેરો રજૂ કર્યો હતો. જેમાં પાર્ટીએ ટ્રિપલ તલાકનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું- ટ્રિપલ તલાકનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો યુપીમાં અમારી સરકાર આવશે તો અમે આ અંગે મુસ્લિમ મહિલાઓનો અભિપ્રાય લઈશું.22 ઓગસ્ટ, 2017, સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરી કેન્દ્રને તેના પર કાયદો બનાવવા કહ્યું.