એઆર રહેમાન અને સાયરા બાનુના અલગ થવાના સમાચારે તેમના ચાહકોને ખૂબ નિરાશ કર્યા છે. એઆર રહેમાન અને સાયરા બાનુના અલગ થવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. બંનેએ તેમના 29 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી દીધો છે. આ લગ્ન સમાપ્ત કરવા પાછળ બંનેના અંગત કારણો છે. એઆર રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડા હજુ સુધી નક્કી થયા નથી. દરમિયાન તેમના વકીલ વંદના શાહે ત્રણેય બાળકોની કસ્ટડી અંગે જવાબ આપ્યો હતો. તેણે આ મુદ્દે ખુલીને વાત કરી હતી.
AR રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડાની ચર્ચા
AR રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડાની ચર્ચાને લઇ વકીલ વંદના શાહે તેની યુટ્યુબ ચેનલ પર એઆર રહેમાન અને સાયરા બાનુના બાળકોની કસ્ટડી વિશે વાત કરી હતી. વંદનાને પૂછવામાં આવ્યું કે જો બંનેના છૂટાછેડા થઈ જાય તો બાળકોની કસ્ટડી કોને મળશે. આ પ્રશ્નના જવાબમાં વકીલે કહ્યું કે, હજુ આ મામલો ફાઇનલ થયો નથી. જો કે, તેણે કહ્યું કે તેના કેટલાક બાળકો પુખ્ત છે. તેઓ પોતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, બાળકો તેઓ કોની સાથે રહેવા માંગે છે તે પસંદ કરી શકે છે.
સમાધાન શક્ય નથી!: વકીલ
બાળકની કસ્ટડી અંગે વકીલે જવાબ આપતા જણાવ્યું હતું કે, તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી… તે નક્કી કરવાનું બાકી છે… પરંતુ તેમાંથી કેટલાક પુખ્ત વયના છે, તેઓ કોની સાથે રહેશે તે પસંદ કરવા માટે સ્વતંત્ર છે. છૂટાછેડા દરમિયાન થયેલા કરારમાં આપવામાં આવેલી ભરણપોષણ અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેણે આ પ્રશ્ન પર ટિપ્પણી ન કરવાનો નિર્ણય કર્યો. જો કે, તેણે ઉલ્લેખ કર્યો કે તે કોઈ એવી વ્યક્તિ નથી જેને પૈસાનો ઝનૂન હોય.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, એઆર રહેમાન અને સાયરા બાનુ વચ્ચે સમાધાનની શક્યતાને પણ નકારી ન હતી. તેણે કહ્યું, મેં એવું નથી કહ્યું કે સમાધાન શક્ય નથી. આ લાંબો સમયતી અખૂટ લગ્ન છે અને છૂટાછેડાના નિર્ણય પર પહોંચવા માટે ઘણો વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ મેં ક્યાંય એવું નથી કહ્યું કે, સમાધાન શક્ય નથી.