– વૃદ્ધ લિફ્ટ લઈને બાઈકમાં પોતાના ગામ જઈ રહ્યાં હતા ત્યારે
– અલંગ પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો
તળાજા : તળાજા તાલુકાના સથરા ગામના વૃદ્ધ ત્રાપજ નજીકના ગઢડા પ્રસંગમાં હાજરી આપી અલંગ જઈ રહ્યાં હતા ત્યારે ત્રાપજ ગામના વળાંક પાસે સર્જાયેલા અકસ્માતમાં સથરા ગામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અલંગ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના કઠવા ગામે રહેતા લાખાભાઈ ભગવાનભાઈ બાંભણિયાએ અલંગ પોલીસ મથકમાં જીજે-૦૪-એડબલ્યુ-૯૪૮૦ નંબરના ડમ્પરના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ બગદાણાથી કઠવા ગામ તરફ જઈ રહ્યાં હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ત્રાપજ બસ સ્ટોપ પાસે પહોંચતા તેમના ગામના અશ્વિનભાઈ ત્રિવેદીના સસરા ભીખાભાઈ ભગવાનભાઈ બારૈયા (ઉ.