– બાળકોને મોબાઈલથી નિશ્ચિત સમય બાદ દૂર રાખવાની તાતી આવશ્યકતા
– મોબાઈલના કારણે નાની વયના ભુલકાઓમાં ચશ્માનું પ્રમાણ વધ્યું : હોસ્પિ.માં આંખના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો
ભાવનગર : મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ ચિંતાજનક રીતે વધતા ગોહિલવાડના નાગરિકોમાં પણ આંખોની બીમારી ઝડપથી વધી રહી છે.આ સાથે નાની વયના બાળકોમાં પણ ચશ્માના નંબર આવવાનુ વધ્યું છે. સ્થાનિક સરકારી અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં આંખના દર્દીઓની વધી રહેલ સંખ્યા તેનો પૂરાવો છે.