Gujarat Crime: ઘણીવાર વિદેશમાંથી એવી ઘટના સામે આવે છે, જ્યાં ગુજરાતીની લૂંટ અથવા હત્યાના બનાવ સામે આવે છે. પરંતુ, હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ગુજરાતીએ જ ગુજરાતીની હત્યા કરી દેવાનું સામે આવ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સીના ઉપનગર પેરામાસમાં ગાંધીનગરના ભાડૂત યુવકે વડોદરાની 74 વર્ષની મહિલા મકાન માલિકની હત્યા અને લૂંટ કરી ભાગી ગયો હતો. યુવક મકાન માલિકના ડેબિટ કાર્ડમાંથી 4500 ડોલર (અંદાજે 3.80 લાખ રૂપિયા) બેન્કમાંથી ઉપાડી તેમની જ કાર લઈ ફરાર થઈ ગયો હતો.