ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને લઇને અવનવા સમાચારો સામે આવે છે. ક્યારેક તેમના ડિવોર્સ તો ક્યારેક આરાધ્યા બચ્ચનની સાથે માત્રને માત્ર ઐશ્વર્યા જ જોવા મળતા અનેક ચર્ચાઓ તેજ બને છે. અંબાણીને ત્યાં લગ્ન સમારોહમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંને અલગ આવ્યા હતા. બચ્ચન ફેમિલી આખી અલગ આવી હતી અને ઐશ અને આરાધ્યા અલગ આવ્યા હતા. જે પરથી ઘણીવાર એવી ચર્ચાઓ તેજ બની છે ઐશ્વર્યાને બચ્ચન પરિવાર કે પછી નણંદ શ્વેતા નંદા સાથે અણબનાવ છે. લોકોની નજર સતત બચ્ચન ફેમિલી પર જોવા મળે છે ત્યારે હવે ઐશ્વર્યાને લઇને એક મોટો ખુલાસો થયો છે.
ઐશ્વર્યા કોને કરે છે ફોલો ?
ઐશ્વર્યા વિશે એવા સમાચાર હતા કે તે બચ્ચન પરિવારના કોઈ સભ્ય સાથે વાત નથી કરી રહી. આ વાત ત્યારે સામે આવી જ્યારે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાને અને બાકીના બચ્ચન પરિવારને અલગ-અલગ જોયા. જોકે, લોકોએ સોશિયલ મીડિયાની મદદથી પણ આ વાતની પુષ્ટિ કરી, કારણ કે ઐશ્વર્યા તેના પતિ અભિષેક બચ્ચન સિવાય ઈન્સ્ટાગ્રામ પર અન્ય કોઈને ફોલો કરતી નથી.
ફોલો કરતી નથી ઐશ્વર્યા ભાઇ-ભાભીને !
હાલમાં જ એક Reddit યુઝરે એક નવી વાતનો ખુલાસો કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે ઐશ્વર્યાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં તેનો પોતાનો ભાઈ આદિત્ય રાય, ભાભી શ્રીમા રાય અને ભત્રીજો વિહાન રાય સામેલ નથી. પરંતુ આમાં ખાસ વાત એ છે કે ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાય અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન, નવ્યા નવેલીને ફોલો કરે છે.
શ્વેતાએ ઐશ્વર્યાની ભાભીને ફૂલ મોકલ્યા
મહત્વનું છે કે શ્રીમા રાય એ ઐશ્વર્યાની ભાભી છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ સાઈટ બોલિવૂડ શાદી.કોમના રિપોર્ટ અનુસાર, શ્વેતા બચ્ચન અને શ્રીમા વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. શ્રીમાએ એક સ્ટોરી પર શેર કરી છે જેમાં ફુલોનું બુકે જોવા મળી રહ્યું છે. આ ફુલો મોકલવા બદલ શ્વેતા અને નિખિલ નંદાનો આભાર માને છે. આ તસવીર બાદ લોકોના મનમાં આને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં ફૂલો મોકલવાનું કારણ જાણી શકાયું નથી.