17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabad: ખ્યાતિકાંડના પાપીઓએ 112 લોકોના લીધા જીવ! આરોપી સંજય પટોળીયાનો ચોંકાવનારો ખુલાસો

Ahmedabad: ખ્યાતિકાંડના પાપીઓએ 112 લોકોના લીધા જીવ! આરોપી સંજય પટોળીયાનો ચોંકાવનારો ખુલાસો


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલનો મુખ્ય આરોપી અને ડિરેક્ટર ડૉ. સંજ્ય પટોળીયાની ધરપકડ કરી હતી. જોકે ગઈકાલે તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અન્ય પાંચ આરોપીઓને પણ નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલને લઈ હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. 

ખ્યાતિકાંડમાં કૌભાંડીએ કર્યા અનેક ખુલાસા

ખ્યાતિકાંડમાં કૌભાંડી ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા છે. જેમાં અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. તો છેલ્લા ત્રણ વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાં 8534 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 3842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી હતી. તો આ દરદીઓના નામે સરકાર પાસેથી નાણા પડાવી લેવાની લાલચમાં અલગ-અલગ રીતે નાગરિકોની ખોટી સારવાર કરવાની કામગીરી શરૂ કરી હતી. તેના અંતર્ગત સરકાર પાસેથી આ સમયગાળા દરમિયાન આશરે 1.50 કરોડ પડાવ્યા હતા.

3,842 દર્દીઓએ PMJAY હેઠળ સારવાર, 112 દર્દીના મોત

ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ખ્યાતિકાંડમાં અનેક મોતની સર્જરી કરવામાં આવી છે. નાણાકીય ગરબડ કરી 1.50 કરોડની ખોટ દર્શાવી છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભ મેળવ્યા છે.  3 વર્ષમાં 8,534 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાં 3,842 દર્દીઓએ PMJAY હેઠળ સારવાર કરાવી હતી. અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 112 દર્દીના મોત થયા છે. સમગ્ર મામલે હોસ્પિટલની તપાસ માટે એક્સપર્ટની સલાહ લેવાશે. PMJAYમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ વીમા કંપની નક્કી થાય છે. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. PMJAY અને બજાજ વીમાના કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. PMJAY યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પણ તપાસ કરવામાં આવશે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય