22 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
22 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: ઉદયપુરની 39 મિનિટની હવાઇ યાત્રા માટે પેસેન્જરોએ 6 કલાક રાહ જોઈ

Ahmedabad: ઉદયપુરની 39 મિનિટની હવાઇ યાત્રા માટે પેસેન્જરોએ 6 કલાક રાહ જોઈ


અમદાવાદ એરપોર્ટ પર સોમવારે 13 આવતી અને 10 ઉપડતી એમ કુલ 23 ફ્લાઇટોના શિડયુઅલ ખોરવાતા મુસાફરો હાલાકીમાં મુકાયા હતા. એલાયન્સ એરની ઉદયપુર-અમદાવાદ સવારે 11:25ને બદલે પાંચ કલાક મોડી પડીને બપોરે 4:54 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી.

પરતમાં એલાયન્સ એરની અમદાવાદ-ઉદયપુર સવારે 11:55ને બદલે 6 કલાક મોડી પડીને સાંજે 5:25 કલાકે ટેકઓફ થઇ હતી. આમ અમદાવાદ-ઉદયપુરના મુસાફરો બંને ડેસ્ટિનેશન વચ્ચેના ફક્ત 39 મિનિટના પ્રવાસ માટે 6 કલાક સુધી એરપોર્ટ પર ઘોખી રહ્યા હતા ! દિલ્હીમાં ધુમ્મસ હોવાથી આગળથી જ ફ્લાઇટ મોડી આવતા તેનું શિડયુલ ખોરવાયું હોવાનું જાણવા મળે છે.

ઇન્ડિગોની પુને-અમદાવાદની બે ફ્લાઇટો સવા કલાક, હૈદરાબાદ-અમદાવાદ એક કલાક, મુંબઇ-અમદાવાદની બે ફ્લાઇટ એક કલાક સુધી મોડી રહી હતી. થાઇલાઇન એરની બેંગકોક-અમદાવાદ દોઢ કલાક મોડી આવી હતી. જેથી અમદાવાદ-બેંગકોકની ફ્લાઇટ સવા કલાક મોડી ટેકઓફ થઇ હતી. આકાશાની દિલ્હી, બેંગ્લુરૂ અને ચેન્નાઇથી અમદાવાદ આવતી ફ્લાઇટો પણ સવા કલાક સુધી મોડી પડી હતી.એર ઇન્ડિયાની લખનઉં-અમદાવાદ એક કલાક મોડી આવી હતી જ્યારે મોડી સાંજની સ્પાઇસજેટની પુને-અમદાવાદ બે કલાક સુધી લેટ હોવાની એરપોર્ટ પર જાહેરાત કરાતા મુસાફરોના સગા-સંબંધીઓ નિસાસા સાથે ઠંડીમાં ઠુંઠવાયા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડતી આકાશાની અમદાવાદ-પુને એક કલાક, અમદાવાદ-મુંબઇ જતી બે ફ્લાઇટો સવા કલાક મોડી ઉપડી હતી. જ્યારે ઇન્ડિગોની અમદાવાદ-દિલ્હી જતી બે ફ્લાઇટો એક કલાક અને મુંબઇ જતી એક ફ્લાઇટ સવા કલાક મોડી ટેકઓફ થઇ હતી. સ્ટારએરની અમદાવાદ-નાંદેડની ફ્લાઇટ એક કલાક, સ્પાઇસજેટની અમદાવાદ-જયપુર સવાર કલાક મોડી ઉપડી હતી.આમ ધુમ્મસ સહિતના વિવિધ કારણોસર સોમવારે બે ડઝન જેટલી ફ્લાઇટો 50 મિનિટથી લઇને 6 કલાક સુધી મોડી પડતા મુસાફરોએ ભારે પરેશાની ભોગવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય