તા.25 ધંધુકા ખાતે કપાસના પોષણક્ષમ ભાવો ખેડૂતોને મળી રહે તે માટે સીસીઆઈ દ્વારા ટેકાના 1494ના ભાવે સારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જો કે સીસીઆઈએ કપાસની ખરીદી શરૂ કરતાં ખુલ્લા બજારમાં પણ સીસીઆઈ સમક્ષક ભાવો બોલાયા હતા. ધંધુકા યાર્ડમાં બોટાદના વેપારી દ્વારા મોટાપાયે કપાસની સારા ભાવે ખરીદી કરવામાં આવી હતી.
ધંધુકા એપીએમસી ખાતે ગતરોજ વિધિવત્ રીતે સીસીઆઈ કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખેડૂતોના સારા કપાસના 1494ના ભાવે સીસીઆઈએ ખરીદી શરૂ કરી હતી. જો કે, આજે સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ કરતા જ ખુલ્લા બજારમાં પણ કપાસના ભાવો ઊંચા ગયા હતા આજે એપીએમસી ખાતે કપાસનો નીચો ભાવ 1300 અને ઊંચો ભાવ સીસીઆઈ સમકક્ષ 1494 રહ્યો હતો.
સીસીઆઈ કેન્દ્રના વડા ગણેશ કરાલે શુ કહ્યું
ધંધુકા ખાતે સીસીઆઈ કેન્દ્રનો આરંભ થઈ ગયો છે અને સોમવારે સીસીઆઈ દ્વારા 100 ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી હતી. સરકારે નિર્ધારિત કરેલ માપદંડો અનુસાર 1494 ના ટેકાના ભાવે આ કેન્દ્ર પર કપાસની ખરીદી કરવામાં આવશે.