ઘાટલોડિયામાં રહેતા કાપડના વેપારીને થોડા દિવસ અગાઉ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરિત એવા મનીષ ગોસ્વામીએ 25 લાખની ખંડણી અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઘાટલોડિયા પોલીસે મનીષ ગોસ્વામીને ગોતામાં તેના ઘર પાસેથી ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે, આરોપી વિરૂદ્ધ વર્ષ 2010થી 2014 દરમ્યાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, રાણીપ, ચાંદખેડા, ઘાટલોડિયા ઉપરાંત રાજ્યના અનેક પોલીસ સ્ટેશનમાં લૂંટ, હત્યા, ચોરી, આર્મ્સ એક્ટ હેઠળની ફરિયાદો નોંધાયેલી છે.દિવાળીના દિવસે મનીષ ગોસ્વામી તેમની દુકાને આવીને બિભત્સ શબ્દો બોલ્યા હતા. મનીષે વેપારીને કહ્યુ કે, મારે તમારા પુત્ર પાસેથી 25 લાખ લેવાના છે તેમ કહીને ઝઘડો કર્યો હતો. આટલુ જ નહીં, જો 25 લાખ નહીં આપો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.