ખ્યાતિ હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન સહિત પાંચ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે રિમાન્ડ પર રહેલા પાંચ આરોપીને સાથે રાખીને તેમના ઘરે તપાસ કરી હતી જેમાં આરોપી માર્કેટીગ આસિસ્ટન્ટ પંકિલ પટેલના નિવાસસ્થાને તપાસ દરમ્યાન ઘરેથી મહત્વના પુરાવા સમાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
બીજી તરફ ક્રાઈમ બ્રાંચની ટીમે ખ્યાતિ હોસિપ્ટલના 24 કર્મચારી પૈકી 4 ડોકટરોના નિવેદન પણ નોધ્યા હતા જેમાં સામે આવ્યુ છે કે હોસ્પિટલમાં ગેરરીતી થતી હોવાથી તેમને 15 દિવસ પહેલા જ હોસ્પિટલ છોડી દીધી હતી. સાથોસાથ PMJAYના જનરલ મેનેજર નિશીથ શાહની ક્રાઈમ બ્રાન્ચે ચાર કલાક પૂછપરછ કરી છે. આ કેસમાં ડોકટરોની શંકાસ્પદ ભૂમિકા મામલે પૂછપરછ કરીને બેદરકારી સાબિત થતા ડોક્ટરોની પણ થઈ ધરપકડ થઇ શકે છે. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડો.સંજય પટોલીયા, રાજશ્રાી કોઠારીએ કરોડો રૂપિયા કમાવવા દર્દીઓના વગર વાંકે હાર્ટના ઓપરેશન કરીને PMJAYમાંથી 25 કરોડથી વધુ રૂપિયા મેળવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યુ હતુ. જ્યારે પોલીસે પહેલા પાંચેય આરોપીને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન કર્યુ હતુ. જે બાદ પાંચેયના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ આરોપીની પુછપરછમાં PMJAY યોજનાના ડોક્ટરો સાથે આરોપી કાર્તિક પટેલ સંપર્ક કરાવતો હતો. સંપર્ક કરાવ્યા બાદ ડો.ચિરાગ રાજપૂત ડોક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો હતો.
આરોપી પતીક ભટ્ટના ઘરે સર્ચ કરતા મોબાઇલ અને કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા
પોલીસે પાંચેય આરોપીના ઘરે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. જેમાં આરોપી માર્કેટીગ આસિસ્ટન્ટ પ્રતિક ભટ્ટના ઘરેથી મોબાઇલ અને કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તેમજ આરોપી પંકિલના ઘરેથી પોલીસે મોબાઇલ ફેન મળી આવ્યો છે.