24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતPatan: સુરેશ -શિલ્પાએ ત્યજી દીધેલું બાળક તંદુરસ્ત : SP

Patan: સુરેશ -શિલ્પાએ ત્યજી દીધેલું બાળક તંદુરસ્ત : SP


પાટણ જીલ્લા એસઓજી પોલીસ સમક્ષ રિમાન્ડ દરમ્યાન આરોપી સુરેશ ઠાકોરે પોપટની માફક કબૂલાતો કરીને વટાણા વેરી નાખતાં પોલીસને એક બાદ એક કડીઓ જોડવામાં મોટી સફળતા હાથ લાગી છે જેમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે બાળકની તસ્કરી મામલે ગુનો નોંધાયો હતો તે બાળક હાલમાં પાલનપુરના બાળશીશુ ગૃહમાં છે અને તંદુરસ્ત સ્થિતીમાં છે તેમજ તેને જન્મ આપનાર માતા-પિતા સુધી પણ પોલીસ ટૂંક જ સમયમાં પહોંચી જશે.

 પાટણના બહુચર્ચિત બાળક તસ્કરી કેસના મામલે શુક્રવારે સાંજે પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપી હતી. ડૉ. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ એસઓજી પોલીસને તપાસ આપતાં આરોપી સુરેશ ઠાકોરની ધરપકડ બાદ રિમાન્ડ દરમ્યાન સામે આવ્યું હતું કે સુરેશ ઠાકોરે શિલ્પા ઠાકોર સાથે જે રાધનપુરની હોસ્પિટલમાં નોકરી કરતી હતી તે બંન્નેએ મળીને થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરના સંપર્કમાં આવતાં રૂપસિંહ ઠાકોરે એક બાળક આવ્યું છે તેને તમે આવીને લઈ જાઓ તેમ કહેતાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર થરા ગયા હતા અને બાળકને લઈને પાટણની નિષ્કા હોસ્પિટલમાં બાળકને એડમિટ કરાવ્યા બાદ નીરવ મોદીને સંપર્ક કરીને બાળક આપવાનું નક્કી કરાય છે. નીરવ પાસે બાળક બિમાર થતાં બાળક પરત આવતાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલા મોટા ગામની સીમમાં રાત્રીના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને નીકળી ગયા હતા. તે બાદ બાળક બાબતે ગામના સ્થાનિકો અને સરપંચે સ્થાનિક ગઢ પોલીસ મથકે જાણ કરી 12 મે 2024 ના રોજ ગુનો દાખલ કરાવીને ગઢ પોલીસ દ્ધારા બાળશીશુ ગૃહ પાલનપુરને સોંપી દેવામાં આવ્યું હતું જે બાળક અત્યારે તંદુરસ્ત હાલતમાં છે. શિલ્પાની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેમજ જે રૂપસિંહ ઠાકોરે બાળક આપ્યું હતું તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે જેને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરાઈ

પોલીસે એક બાદ એક આ મામલે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બોગસ તબીબ બનેલા સુરેશ ઠાકોરની સૌ પહેલાં ધરપકડ કરાઈ હતી તે બાદ શિલ્પા ઠાકોર અને બાળક આપનાર રૂપસિંહ ઠાકોર મળી અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 2 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે અને રૂપસિંહ ઠાકોરને હવે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય બાળકો અંગે પણ માહિતી સામે આવી શકે છે : ડૉ. રવીન્દ્ર પટેલ

માત્ર એક જ બાળકની લે-વેચ થઈ હતી કે અન્ય બાળકો પણ છે તે મામલે જીલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પૂછપરછમાં અમને એક બાળકની લિન્ક મળી છે. અમે અન્ય બાળકની પણ તપાસ કરી રહ્યા છીએ. ર તારીખ સુધીના રિમાન્ડ હોવાથી વધુ તપાસમાં અન્ય બાળકોની લે-વેચની માહિતી સામે આવવાની સંભાવના છે.

રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલ, રાધનપુર નગરપાલિકા અને થરાની સંસ્કાર હોસ્પિટલની તપાસ થશે

ઉલ્લેખનીય બાબત છે કે આ બાળકનું જન્મ પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું હતું તે મુજબ બાળકનો જન્મ રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલમાં થયો હતો બીજી તરફ બાળકને શિલ્પા અને સુરેશ થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોર પાસેથી લાવ્યા હતા. તો પ્રશ્ન એ ઉભો થાય કે કાં તો રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલે નગરપાલિકા સમક્ષ ખાટી વિગતો દર્શાવી હતી અથવા તો બાળક રાધનપુરમાં જન્મ્યું હોય તો થરા કેવી રીતે પહોંચી ગયું ?

બાળકના માતા-પિતા અંગે પોલીસ સફળતા તરફ

ધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ બાળકને જન્મ આપનાર માતા-પિતા અંગે અમને પ્રાથમિક માહિતી મળી છે જેથી ડીએનએ સેમ્પલ સહિતના ટેસ્ટ કરાવ્યા બાદ સત્તાવાર વિગતો આપી શકાશે.

નિષ્કા હોસ્પિટલના ડૉ. દિવ્યેશ શાહ શંકાના દાયરામાં

ડૉ. દિવ્યેશ શાહે આ કેસ મામલે પોતાની હોસ્પિટલમાંથી ડોક્યુમેન્ટસ તૈયાર કરીને પોલીસને તપાસ માટે આપ્યા છે આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટસની સર્ટીફાઈડ નકલો મેળવીને આરોગ્ય વિભાગમાં તેની ખરાઈ કરવામાં આવશે. પીએમજેએવાય યોજનામાં ડોક્ટર દિવ્યેશ શાહે શું દર્શાવ્યું છે તે તમામ વિગતો ચકાસવામાં આવશે. જો દિવ્યેશ શાહે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હશે તેવું સામે આવશે તો તેનો રોલ નક્કી કરીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય