રેલ્વે ઓથોરિટી સાણંદમાં ગેરતપુર (બારેજડી-નાંદેજ) વચ્ચે ચોથી લાઇન નાખવાના હેતુથી ચાર લાખ ચોરસ મીટર બિનખેતીની જમીન સંપાદન કરવાનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.
જેમાં ગોકુલ વૃંદાવન અને ગુલમહોર ગ્રીન્સ એન્ક્લેવ ભાગ-4 સોસાયટીમાં આવેલા રહેણાંક બંગલા અને પ્લોટના કબજા અંગે કોઇ આકરી કાર્યવાહી નહીં કરવાનો સ્ટેટસ ક્વો(યથાવત સ્થિતિ) જાળવી રાખવા ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે હુકમ કર્યો છે. હાઈકોર્ટે રેલ્વે ઓથોરિટી પાસેથી જવાબ માંગ્યો હતો અને 21 જાન્યુઆરીના રોજ વધુ સુનાવણી મુલતવી રાખી હતી. સાણંદના સનાથલ ખાતે રેલ્વે પ્રોજેક્ટ માટે હસ્તગત કરવાની દરખાસ્ત કરી હતી.
બંગલા અને પ્લોટના માલિકો દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયાને પડકારતી ત્રણ અરજીઓના જવાબમાં હાઈકોર્ટે આ આદેશ જારી કર્યો હતો. કારણ કે તે સ્થાપિત કાયદાના ઉલ્લંઘનમાં હાથ ધરાઈ હતી અને તેને સાંભળવાની કોઈ તક અપાઈ ન હતી. રેલ્વે ઓથોરિટી ચાર લાખ ચોરસ મીટર બિનખેતીની જમીન સંપાદન કરવા માંગે છે. તેમાંથી ઘણી રહેણાંક સોસાયટીઓ અથવા કોમ્યુનિટીઓ એવી છે કે જ્યાં લોકોએ વિશાળ પ્લોટ પર છૂટાછવાયા બંગલા બનાવ્યા છે. વિવિધ લોકો દ્વારા આ મુદ્દાઓ પર 15 વધુ અરજીઓ દાખલ કરાઈ છે જેની સુનાવણી હજુ બાકી છે. અમદાવાદ કલેક્ટર કચેરીના અધિક જમીન સંપાદન અધિકારીએ સાણંદમાં ગેરતપુર (બારેજડી-નાંદેજ) વચ્ચે ચોથી લાઇન નાખવાના હેતુથી વિકસિત રહેણાંક એન્ક્લેવનો ભાગ ધરાવતી જમીનો સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આમાં 1500 ચોરસ મીટર આગળના પ્લોટનું કદ ધરાવતી ઘણી રહેણાંક સોસાયટીઓ આવરી લેવામાં આવી છે.હતી.