અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ કોન્સ્ટેબલની 4002 પોસ્ટ માટે 5.59 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષામાં બેસશે. આ પરીક્ષા રવિવારથી સમગ્ર કેન્દ્ર શાસ્ત પ્રદેશમાં શરૂં થવાની છે. આ બધા વચ્ચે યુવાનોના એક સમુહ દ્વારા અત્રે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વય મર્યાદામાં છૂટ આપવા અને પરીક્ષાની તારીખ આગળ લઇ જવાની ફરીથી માગણી કરવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં સરકારી પદો પર ભરતીની કામગીરી સંભાળતા કાશ્મીર સર્વિસિસ સિલેક્શન રિક્રૂટમેન્ટ બોર્ડ(SSRB)ના અધ્યક્ષ ઇંદુ કંવલ ચિબે જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરે આઠ ડિસેમ્બરે અને 22 ડિસેમ્બરે કોન્સ્ટેબલો(ગૃહ વિભાગ)ની 4002 પોસ્ટ માટે કુલ 5,59,135 ઉમેદવાર સામેલ થશે. ચિબે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલના પદ માટે પહેલી ડિસેમ્બરને રવિવારે 20 જિલ્લાના 856 કેન્દ્રો પર યોજાનારી પરીક્ષામાં 2,62,863 ઉમેદવારો પરીક્ષા આપશે, જેમાં સૌથી વધારે 54,296 ઉમેદવારો જમ્મુ જિલ્લામાં ઉપસ્થિત રહેશે.