ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીના 80થી વધુ વિષયોની 940 જેટલી બેઠકો સામે 1,476 વિદ્યાર્થી લાયક ઠર્યા છે. રજિસ્ટ્રેશન કરાવેલા કુલ 1,829 વિદ્યાર્થી પૈકી પ્રવેશ પરીક્ષામાં બેસવા માટેના લાયક વિદ્યાર્થીઓની યુનિવર્સિટી દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે.
જે લાયક વિદ્યાર્થી ઠર્યા છે એ પૈકીના 420 વિદ્યાર્થીઓને આગામી 30મીના રોજ યોજાનારી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારના જીકાસ પોર્ટલ પર રૂ.300 ફી ભરી 2,800થી વધુ વિદ્યાર્થીઓએ પીએચડીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાંથી ગુજરાત યુનિવર્સિટી માટે 1,829 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી કેટલાક વિદ્યાર્થીઓએ ફોર્મ જમા કરાવ્યું નહીં અથવા તો કેટલાક વિદ્યાર્થીઓનું ડુપ્લિકેટ ફોર્મ હતાં. આમ વેરિફિકેશન કરાવતા 300થી વધુ વિદ્યાર્થી બાકાત થઈ ગયા છે.