સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટમાં ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે જેમાં સામાનની ચોરીમાં કોન્ટ્રાકટર અક્ષયની ધરપકડ કરવામાં આવી છે તો ઓક્ટોબરમાં નાનપુરા કાદરશા નાળ પાસે આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર કંપનીમાં કોન્ટ્રાક્ટર જ ચોર નીકળ્યો હોવાની વાત સામે આવી છે,સુરત ક્રાઈમ બ્રાન્ચે કોન્ટ્રાકટર અક્ષય ઉર્ફે સન્ની રાજકરણ દુબેની ધરપકડ કરી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી
આરોપીની ધરપકડ કરીને સુરત પોલીસે વધુ તપાસ હાથધરી છે,આરોપીએ અગાઉ પણ કોઈ અન્ય જગ્યાએ ચોરી કરી છે કે નહી તેમજ ચોરેલો સામાન કોને મોકલ્યો છે તેને લઈ પણ તપાસ કરી છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ અન્ય કેટલા ચોરીના ભેદ આ કોન્ટ્રાકટર પાસેથી ઉકેલે છે,સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ રોડ રહેશે સુરતમાં બંધ
મેટ્રો રેલ પ્રોજેક્ટના સુચારુ અને વિઘ્નમુક્ત નિર્માણ માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે સેન્ટ્રલ વેરહાઉસ, લાભેશ્વર ચોકી અને કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનોના માર્ગ પર 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ જાહેરનામું મેટ્રો સ્ટેશનના બાંધકામના કામ માટે જરૂરી રહેતું ટ્રાફિક સંચાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે.
પ્રતિબંધિત માર્ગો અને વ્યવસ્થા
1. સેન્ટ્રલ વેરહાઉસ મેટ્રો સ્ટેશન
પ્રભાવિત માર્ગ
લંબે હનુમાન રોડ, જે.બી. ડાયમંડ સર્કલથી વસંતભીખાની વાડી સુધી બંધ રહેશે.
સ્થાનિક વ્યવસ્થા
દુકાનદારો અને રહેવાસીઓ માટે 1.5 મીટરનો રસ્તો ખુલ્લો રાખવામાં આવશે.