સુરતમાં ગુજરાત હાઈકોર્ટના આદેશનો અનાદર થયો. મનપાના લીંબાયત ઝોનમાં હાઈકોર્ટના બે ઓર્ડર છતાં આદેશ મુજબ કોઈ કાર્યવાહી થઈ નથી. COPની જગ્યાની લડાઈને લઈને 12 વર્ષ પુરા થયા આવ્યા હોવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. લીંબાયત ઝોનની કામગીરી સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. લીંબાયતમાં સરકારી જગ્યા પર બિલ્ડર દ્વારા દબાણ કરતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિલ્ડરની દાદાગીરી
SMCના લીંબાયત ઝોનમાં બિલ્ડરની દાદાગીરીને લઈને રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરના આઈ શ્રી ખોડિયાર નગર સોસાયટીનો બનાવ છે. બિલ્ડરે COPની જગ્યા પર કબ્જો કરતાં સ્થાનિકોએ કોર્ટના દ્વારા ખખડાવ્યા. હાઈકોર્ટ પંહોચેલા સ્થાનિકો COPની જગ્યાને લઈને ન્યાયની અપીલ કરી રહ્યા છે. COPની જગ્યાની લડાઈ લડતાં 12 વર્ષ પૂર્ણ થયા. હાઈકોર્ટ આ મામલે 12 વર્ષમાં બે ઓર્ડર પણ આપ્યા છતાં કોર્ટના આદેશનો અનાદર થઈ રહ્યો છે. કોર્ટે આદેશ કર્યા મુજબ જવાબદાર સામે કોઈ કામગીરી કરવાને અરજદારો પર તવાઈ આવી છે.
હાઈકોર્ટનો આદેશનો અનાદર
SMCએ કામગીરી કરવાની જગ્યા પર અરજદાર પર જ પોલીસ કેસ કર્યા. આ મામલે રહીશો મનપા કમિશનરને રજૂઆત પણ કરી છે. બિલ્ડર દ્વારા COPની જગ્યા પર ગેરકાયદે કબ્જો કરાતા સ્થાનિકોએ કમિશ્નરથી લઈને હાઈકોર્ટમાં ન્યાય માટે ગુહાર નાખી છે. અગાઉ પણ શહેરના ગોડાદરા વિસ્તારની રામરાજ્ય સોસાયટીમાં બિલ્ડર દ્વારા COPની જગ્યા પર બાંધકામ કરાયું હતું. બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા આ સ્થાનને લઈને કિન્નરો મેદાને પડ્યા હતા. તેમની માંગ હતી કે COPની જગ્યા પર મંદિર બનાવાય અથવા તો સોસાયટીનો સ્થાનિકોને આ જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. કિન્નરોએ કમિશ્નરને રજૂઆત કરતાં COPની જગ્યાને લઈને કોઈ કામગીરી નહીં થાય તો અનશનની પણ ચિમકી ઉચ્ચારી હતી. COPની જગ્યાને લઈને સુરતમાં હાઈકોર્ટનો આદેશનો અનાદર બતાવે છે કે તંત્રમાં કામ કરનારા પોતાને જ સાહેબ માને છે.