– ભાડલાના કમળાપુર ગામમાંથી ત્રણ દિવસ પહેલા
– ગુનામાં વપરાયેલી બે કાર, છરી અને મોબાઇલ પણ કબ્જે, પાંચ આરોપી રાજકોટના નીકળ્યા
રાજકોટ : ભાડલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કમળાપુર ગામમાંથી પૂર્વ પત્નીનું અપહરણ કરનાર શખ્સ અને તેને મદદ કરનારા સહિત કુલ આઠ આરોપીઓને એલસીબી અને ભાડલા પોલીસે સંયુક્ત રીતે ઝડપી લઇ ગુનામાં વપરાયેલી બે કાર, બે છરી અને મોબાઇલ ફોન વગેરે કબ્જે કર્યા હતાં.
ગઇ તા. ૧૫ના રોજ રાત્રે કમળાપૂર ગામે આરોપી કિરણ તેની પૂર્વ પત્નીના ઘરમાં ધસી ગયો હતો.