અમદાવાદના ગોતા રિંગરોડ નજીક અમદાવાદ ફાયર વિભાગ નવું ફાયર સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે જેમાં 26 હજાર ચો.મી.માં બનશે નવું ફાયર સ્ટેશન અને ઉત્તર-પશ્ચિમ ઝોનના સ્થાનિકોને લાભ મળશે સાથે સ્ટેશનમાં ફાયર જવાનો માટે સ્ટાફ ક્વાર્ટર્સની પણ સુવિધા ઉભી કરવામાં આવશે,આગની ઘટનામાં સમયસર પહોંચી વળવા બનશે ફાયર સ્ટેશન.અંદાજે 4 કરોડના ખર્ચે બનશે નવું ફાયર સ્ટેશન.
પશ્ચિમ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગો ઘણા છે
અમદાવાદના એસજી હાઈવે વિસ્તારમાં ઘણા હાઈરાઈઝ બિલ્ડીંગો આવેલા છે અને આ બિલ્ડીંગોમાં આગ લાગ લાગે તે સમયે આગને પહોંચી વળવા માટે ફાયર વિભાગની જરૂર પડે છે,પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન ના હોવાના કારણે તંત્ર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે વધતો જતો વિસ્તાર હોવાથી ત્યાં ફાયર સ્ટેશનની જરૂર પડશે જેને લઈ આ નિર્ણય પર તંત્રની મહોર લાગી છે,ત્યારે જલદીથી આ ફાયર સ્ટેશન બને તેની સ્થાનિકો પણ રાહ જોઈ રહ્યાં છે.
AMCની ઢીલી નીતિ
આવા સવાલ થવા યોગ્ય છે કારણ કે અમદાવાદ શહેરનો હોરિઝોન્ટલ અને વર્ટિકલ વ્યાપ વધતો જઈ રહ્યો છે પરંતુ સમયની સાથે ચાલવામાં કદાચ AMC નથી માનતું અને એટલે જ શહેરમાં જરૂરિયાતની સામે 50 ટકા પણ ફાયર સ્ટેશન ઉપલબ્ધ નથી અને હાલમાં જે છે તેમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે તો સાધનો વસાવવા બાબતે પણ નીરસતા રાખવામાં આવી રહી છે હાલમાં શહેરમાં જો 22 માળ ની બિલ્ડિંગમાં આગ લાગે તો તેને કેવી રીતે કાબુ કરવી તેના માટે કોઈ ઉપકરણો જ નથી અને તેના કારણે કદાચ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થઇ શકે છે.
ફાયર વિભાગને ત્વરિત અપડેટ કરવામાં તંત્રની નીરસતા
હાલમાં હાઇડ્રોલિક વાહન છે પરંતુ તે માત્ર 22 ફ્લોર સુધીનું છે અને 35 ફ્લોર સુધી આગ પર કાબુ મેળવી શકે તેવા સાધનો વસાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે તો આ તરફ શહેરમાં હાલમાં 48 ફાયર સ્ટેશનની જરૂરિયાત છે જેમાં 18 હયાત છે અને ગોતા ચાંદલોડિયામાં નવા સ્ટેશન બની રહ્યા છે જયારે સૌથી જુના ફાયર સ્ટેશન દાણાપીઠને તોડી નવા બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.
જરૂરિયાતની સામે 50 ટકા પણ ફાયર સ્ટેશન નહી
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ થી પણ AMC શીખ નથી લેતું સ્ટાફની પણ ભારોભાર અછત છે સ્ટેશન ઓફિસર કે ફાયર મેન પણ પૂરતા પ્રમાણમાં નથી અને તેના માટે હવે ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે રાજ્યમાં 8 મહાનગર પાલિકા અને 150 જેટલી નગરપાલિકામાં 45 ટકા જેટલી જગ્યા ખાલી છે તો ઘણા મહાનગરમાં ચીફ ફાયર ઓફિસર ચાર્જમાં ચાલી રહ્યા છે.
તંત્ર આવુ કામ નહી ચાલે
ક્યારે આ ભરતી પૂર્ણ થશે તે ભગવાન જાણે પરંતુ રાજ્ય સરકારની પણ એટલી જ બેદરકારી છે કારણ કે રાજ્યમાં એવી કોઈ કોલેજ નથી જે ટેક્નિકલ કોર્ષ કરાવે અને તે ભરતી માટે માન્ય માનવામાં આવતી હોય તે રાજ્યની પ્રજાનું દર્ભાગ્ય કહી શકાય અમદાવાદમાં માર્ચ 2023 થી માર્ચ 2024 સુધી ફાયર વિભાગના ચોપડે 100 થી વધારે મોટા ફાયર કોલ નોંધાયા છે જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે તો 63 લોકોની ઈજાઓ પહોંચી છે તો 175 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે આટલી ઘટનાઓ સરકારી ચોપડે નોંધાઈ રહી છે તેમ છતાં AMC ગંભીરતા રાખવતુ નથી.
શું AMC મોટી દુર્ઘટનાની રાહમાં ?
જયારે પણ કોઈ ઘટના બને એટલે તુરંત જ જાણે કે દેખાડો કરવા માટે AMC તંત્ર જાણે કે સફાળું જાગતું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે પરંતુ થોડા સમય બાદ જે સે થે સ્થિતિમાં આવી જાય છે અને જાણે કે કોઈ મોટી દુર્ઘટના બને કે જાનમાલ ને નુકશાન પહોંચે પછી સફાળું જાગે છે અને કામગીરી કરે છે પાતું પાણી પહેલા પાળ કેમ નથી બાંધતું તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.