15.7 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
15.7 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAhmedabadના હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, નબીરો અકસ્માત સર્જી ફરાર

Ahmedabadના હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, નબીરો અકસ્માત સર્જી ફરાર


અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બે સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ડો.અનીસ અને ક્રિશ્ના શુક્લાને કારચાલકે ટક્કર મારી હતી જેમા બન્ને જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હતા,આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો પોલીસે કારચાલકની શોધખોળ હાથધરી છે.એસજી 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
અમદાવાદમાં બને છે વારંવાર હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના વારંવાર બનતી હોય છે જેમાં કાર ચાલકો ફુલ સ્પીડમાં કાર હંકારી બીજાના જીવને જોખમમાં મૂકતા હોય છે,બ્રિજ બની ગયા હોવાથી લોકો સ્પીડમાં વાહન ચલાવતા હોય છે,ત્યારે આવી જ એક ઘટના ગત રાત્રે બની હતી જેમાં પોલીસ પણ દોડતી થઈ હતી.કાર ચાલક બે વ્યકિતઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો,ઓવરટેક કરવાની બાબતે કાર ચાલકે બે સાયકલ સવારને ઉડાવ્યા હતા.
6 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના
એક્સિડન્ટ ઝોન બની રહેલા એસજી હાઇવેના સ‌ર્વિસ રોડ પર કારચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધા બાદ રોકાવાને બદલે ભાગવા લાગ્યો હતો. ટુ વ્હીલર ચાલકે તેનો પીછો કરતાં કારચાલકે ફરીથી પ્રહલાદનગર નજીક તેને ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ટુ વ્હીલર ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે કારચાલકને ઝડપી લેવા કવયાત શરૂ કરી હતી.અમદાવાદના એસજી હાઈવેને કાર ચાલકો પ્લેનનો રન-વે સમજીને ચલાવતા હોય છે પરંતુ કયારેક આ પ્રકારની સ્પીડ જીવલેણ સાબિત થતી હોય છે.
16 સપ્ટેમ્બર 2024ના રોજ પણ એસજી હાઈવે પર બની અકસ્માતની ઘટના
અમદાવાદ ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેમની માતા કે જેઓ એસજી હાઈવે તરફથી વેજલપુર તરફ જઈ રહ્યાં હતા ત્યારે ફુલ સ્પીડમાં આવી રહેલી કારે આ વાહનને ટક્કર મારતા માતા અને પુત્રી બન્ને વાહન પરથી નીચે પડયા હતા,જેમાં માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી,માતાને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.સાથે વાહન પર બાળક હતુ તેને પણ મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય