સુરતમાં કતારગામની બિલ્ડીંગમાં આગ લાગી છે. જેમાં આર્વી જેમ્સમાં આગ લાગી છે. કતારગામમાં બિલ્ડીંગમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી છે. આગમાં બે મહિલા, બે પુરુષ ઈજાગ્રસ્ત થયા છે. બિલ્ડીંગમાં કેટલાક લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ધુમાડો વધુ હોવાથી જવાનોની મુશ્કેલીમાં વધારો થયો છે. ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ્યા છે.
ત્રણ ફાયર સ્ટેશની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી
શહેરમાં આવેલ બિલ્ડીંગના જ્વેલેરીના ખાતામાં આગ લાગી છે. પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. જેમાં લોકો ફસાયા હોવાની વાતથી ફાયર તંત્ર દોડતું થયુ છે. આગની ઘટનામાં બે મહિલા, બે પુરુષ ઈજાગ્રસ્ત થયા છે. ધુમાડો વધારે હોવાથી ફાયરના જવાનોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમાં ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કર્યો છે. કતારગામ ગજેરા સર્કલ નજીકનો આ બનાવ છે. તેમાં કતારગામ સ્થિત બિલ્ડીંગમાં આગ લાગી છે. તેમાં ત્રણ ફાયર સ્ટેશની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી છે.
અડાજણ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો
સુરતના રસ્તાઓ પર વાહનોમાં આગ લાગવાના બનાવો સતત બનતા રહે છે. ત્યારે ટ્રાફિકથી ધમધમતા અડાજણ સરદાર બ્રિજ પાસે રાત્રે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઈકમાં આગ લાગી હતી. જેને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે અડાજણ સરદાર બ્રિજ પાસે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઈકમાં આગ લાગી ગઈ હતી. જેને પગલે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સમગ્ર મામલે લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અડાજણ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.