વડોદરા,વાસદ નજીક મહીસાગર નદીના બ્રિજ પરથી નીચે પડતું મૂકીને આપઘાત કરનાર યુવકની લાશ આજે સવારે મળી આવી હતી. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહીસાગર બ્રિજ પરથી શુક્રવારે સાંજે એક યુવકે બાઇક પાર્ક કરીને નદીમાં ભૂસકો મારી આપઘાત કર્યો હતો. નદીના બ્રિજ પર પાર્ક થયેલી બાઇકને જોઇને યુવકને ઓળખતા મિત્રોએ આંકલાવ તાલુકાના ભાનપુરા ગામે રહેતા તેના પરિવારને જાણ કરી હતી. જેથી, યુવકના પરિવારજનો વાસદ દોડી આવ્યા હતા.નંદેસરી પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.