મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલા તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. તોરણ હોટલની બાજુમાં આવેલા તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમ માં આગ લાગી છે. જેને પગલે ખેરાલુ અને વિસનગર નગરપાલિકાની ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં વેલ્ડીંગના કામ દરમ્યાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. આગના ધુમાડા નીકળતા દેખાતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા.
તોરણ હોટલની બાજુમાં આવેલા મ્યુઝિયમમાં આગ
ઐતિહાસિક અને વડાપ્રધાનનું વતન એવું શહેર વડનગર ખાતે આવેલા તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગી છે. સરકાર દ્વારા તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમના નિર્માણમાં વેલ્ડીંગના કામ દરમ્યાન આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.આગ બહુ મોત પ્રમાણમાં ના હોવાથી કોઈ મોટું નુકશાન થતાં રહી ગયું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.
ખેરાલુ-વિસનગર ન.પા.ની ફાયર ટીમ ઘટનાસ્થળે
ઉસ્તાદ તાનસેનને મલ્હાર રાગથી બીમારીમાંથી ઉગારનાર તાના અને રીરીની યાદમાં સંગીતને સન્માન આપવા તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ નિર્માણ કાર્યમાં વેલ્ડીંગની કામગીરી કરાઇ રહી હતી તે દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને પગલે ફાયર ટીમને જાણ કરાતાં ખેરાલુ અને વિસનગર નગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.