સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ડ્રેનેજની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. ડ્રેનેજની કામગીરી દરમિયાન પોકલેન મશીન પાણીની લાઇન પર અડી જતાં લાઈન તૂટી ગઈ હતી અને પાણીના ફુવારા ઉંચા ઉડ્યા હતા જેના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતા પાલિકા તંત્ર લીકેજ રિપેર કરવા દોડતું થયું છે.
પાલિકાના લિંબાયત ખાતે આવેલ મીઠી ખાડી વિસ્તારમાં આઝાદ ચોક પાસે છેલ્લા કેટલાક દિવસોથી ડ્રેનેજ લાઈન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે ડ્રેનેજ કામગીરી દરમિયાન પોકલેન મશીન દ્વારા પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પાડી દીધું હતું.