27.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, જુલાઇ 2, 2025
27.1 C
Surat
બુધવાર, જુલાઇ 2, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યLifestyle: સવારે વહેલા ઉઠવાથી થશે સ્વાસ્થ્યને લાભ

Lifestyle: સવારે વહેલા ઉઠવાથી થશે સ્વાસ્થ્યને લાભ


બાળપણથી જ આપણને સવારે વહેલા ઉઠવાની આદત શીખવવામાં આવે છે. વહેલા ઉઠવું એ એક સારી આદત છે. આનાથી તમે તમારો દિવસ વહેલો શરૂ કરી શકો છો અને તમારા બધા કામ સમયસર પૂર્ણ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે સવારે વહેલા ઉઠવાથી ઘણી બીમારીઓથી પણ રાહત મળી શકે છે?

આયુર્વેદ, યોગ અને આધુનિક વિજ્ઞાન બધા માને છે કે જે લોકો વહેલા ઉઠે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. જણાો કે સવારે વહેલા ઉઠવાથી કયા રોગો મટી શકે છે.

ડિપ્રેશન અને સ્ટ્રેસમાં રાહત

સવારે વહેલા ઉઠવાથી માનસિક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. દિવસભરના  સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ માં રહાત મળે છે. સૂર્યનું પહેલું કિરણ શરીરમાં સેરોટોનિન અને ડોપામાઇન જેવા હોર્મોન્સને સક્રિય કરે છે, જેનાથી મૂડ સારું રહે છે.

ડાયાબિટીસના દર્દી

સવારે વહેલા ઉઠવું ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. સવારે વહેલા ઉઠવાથી પાચન ઝડપી બને છે અને બ્લડ સુગર લેવલ સંતુલિત થાય છે. સવારે ઉઠીને હળવી કસરત કરવાથી કે ચાલવાથી શરીર ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરે છે.

હાર્ટ 

હૃદય સંબંધિત રોગોથી પીડાતા લોકોને પણ સવારે વહેલા ઉઠવાની સલાહ આપવામાં આવે છે. જે લોકો મોડા ઉઠે છે તેમને હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ વધારે હોય છે.

સ્વાસ્થ્યને આપે ફાયદા

સવારે વહેલા ઉઠવાથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે. વહેલા ઉઠવાથી શરીરના બધા અંગો સક્રિય થાય છે. કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓને સવારે પાણી પીવાથી, ચાલવાથી અને સમયસર શૌચ કરવાથી દૂર કરી શકાય છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય