Image: Freepik
World Sleep Day 2025: શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે પૂરતી ઊંઘ ક્યાં? ખૂબ મુશ્કેલથી તો ઊંઘ આવે છે અને પછી થોડા જ સમયમાં તૂટી પણ જાય છે. પછી સવારથી સાંજ સુધી કામ, ખાવાનું અને પછી રાત્રે બેડ પર ગયા બાદ કાલના કામની ચિંતા. પૂરતી ઊંઘ ન લેવી હેલ્થની દ્રષ્ટિએ ખૂબ મોટી ચિંતા છે પરંતુ મોટાભાગના ભારતીયોની ઊંઘ ઊડી ગઈ છે. પરિણામે બ્લડ પ્રેશર, હાઈપરટેન્શન, અનિદ્રા જેવી ઘણી બિમારીઓ ઝડપથી વધી રહી છે.